Site icon hindtv.in

માંડવીના ખેડપુર ગામે રોડ ક્રોસ કરતા દીપડાનું અકસ્માતમાં મોત

માંડવીના ખેડપુર ગામે રોડ ક્રોસ કરતા દીપડાનું અકસ્માતમાં મોત
Spread the love

માંડવીના ખેડપુર ગામે રોડ ક્રોસ કરતા દીપડાનું અકસ્માતમાં મોત
હાઇવે પર ટ્રકની ટક્કરથી દીપડાનું ઘટનાસ્થળે જ મોત
માંડવી કીમ રોડ પર દીપડાને ટક્કર, વન વિભાગે લાશનો કબજો લીધો

માંડવી તાલુકામાં આવેલા ખેડપુર ગામે રાત્રિના 9:40 કલાકે દિપડો હાઇવે ક્રોસ કરવા જતાં ટ્રક સાથે અથડાતાં, માથાના ભાગે ગંભીર પહોંચતા દીપડો મોતને ભેટ્યો હતો. જેને વન વિભાગે લાશનો કબ્જો લીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ માંડવી કીમ રોડ પર આવેલા ખેડપુર ગામ પાસે એક દિપડો હાઇવે ઓળંગતી વેળા સંભવિત ટ્રક સાથે તેની ટક્કર થતા માથાના ભાગે તેને ગંભીર ઈજા પહોંચતા તે ઘટના સ્થળે મોતને ભેટ્યો હતો.વાહન ચાલકોએ મૃત દીપડાને જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.માંડવી રેન્જ દ્વારા દીપડાની લાશનો કબજો લઈ PM ની તજવીજ હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે, કે ખેડપુર ગામે દિપડો ટ્રક સાથે અથડાતાં ગંભીર ઈજા થવાથી ધટનામાં દીપડાનું મોત થયું હતું.જેને અમલસાડી ગામના યુવાનોએ જોતા વિડિઓ બનાવી વોટ્સઅપ ગ્રુપમાં ફરતા જોવા મળ્યા હતા.અને વન વિભાગને જાણ કરી હતી

Exit mobile version