પલસાણાના તુંડી ગામે મંદિરમાં દર્શન દરમિયાન વકીલનું મોત
46 વર્ષીય વકીલ અચાનક પડી ગયા, સારવાર દરમિયાન મોત
સુરતના પલસાણા તાલુકાના તુંડી ગામે બળીયાદેવ મંદિર પરિસરમાં દુઃખદ ઘટના બની છે… દર્શન કરવા ગયેલા 46 વર્ષીય વકીલનું અચાનક નીચે પડી જતા મોત નીપજ્યું છે. માથાના પાછળના ભાગે ઈજા થતાં સારવાર માટે બારડોલીની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
મળતી માહિતી મુજબ બારડોલી તાલુકાના તેન ગામે રહેતા 46 વર્ષીય હર્ષદભાઈ મનહરભાઈ શુક્લ વ્યવસાયે વકીલ હતા. તા. 3 સપ્ટેમ્બરના રોજ હર્ષદભાઈ તુંડી ગામ ખાતે આવેલા બળીયાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. દરમિયાન મંદિર પરિસરમાં તેઓ અચાનક નીચે પડી જતા માથાના પાછળના ભાગે ઈજા થઈ હતી. બાદમાં તેમને સારવાર માટે બારડોલીની ગ્રીન એપલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ હર્ષદભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ રેફરલ હોસ્પિટલમાં પી એમ અર્થે 5 વાગ્યા લઈ જવામાં આવ્યા હતા જો કે રેફરલ ના હાજર તબીબ દ્વારા પી એમ ની કાર્યવાહીમાં વિલંબ કરવામાં આવતા હાજર વકીલ મિત્રોએ રોષ થલવામાં આવ્યો જોકે રાત્રે પીએમ કરી પરિવાર જનો ને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો ઘટનાને પગલે પલસાણા પોલીસે અકસ્માતમાં મોત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે ASI નરેશભાઈ રમણભાઈ તપાસ કરી રહ્યા છે…

