Site icon hindtv.in

ભાવનગર એલસીબીનો મોટો દારૂનો જથ્થો ઝડપાયો

ભાવનગર એલસીબીનો મોટો દારૂનો જથ્થો ઝડપાયો
Spread the love

ભાવનગર એલસીબીનો મોટો દારૂનો જથ્થો ઝડપાયો
504 બોટલ વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો,
કુલ ₹6.35 લાખનો મુદ્દામાલ જપ્ત

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ ૫૦૪ કિ.રૂ.૧,૨૫,૦૫૦ સહિત કુલ કિ.રૂ.૬,૩૫,૦૫૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષકરાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એચ.બી.ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ. આર.એ.વાઢેર પી.ડી.ઝાલા તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં લાવવામાં આવતાં વિદેશી દારૂની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર, શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે એક આઇસર રજી નંબર-GJ-14-AT-8950ના આગળના ભાગ ઉપર જય શ્રી માંડવરાયજી લખેલ છે. જે આઇસરમાં તાડપત્રીની આડમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફથી ભાવનગર તરફ આવી રહેલ છે. જે બાતમી આધારે નારી, સતનામ ઢાબા સામે હાઇ-વે રોડ પર વોચમાં રહેતાં નીચે મુજબના વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો મળી આવેલ. જેથી આ અંગે ભાવનગર, વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

Exit mobile version