Site icon hindtv.in

સુરતમાંથી ઇ.સિગારેટના મોટાં જથ્થા ઝડપાયા

સુરતમાંથી ઇ.સિગારેટના મોટાં જથ્થા ઝડપાયા
Spread the love

સુરતમાંથી ઇ.સિગારેટના મોટાં જથ્થા ઝડપાયા
અલગ-અલગ બ્રાન્ડની 107 ઇ-સિગારેટ જપ્ત
એસઓજીની ટીમે 4.08 લાખની ઇ.સિગારેટ સાથે શખસને દબોચ્યો

એન્કર
સુરત શહેરની એસઓજી ટીમે મહિધરપુરા વિસ્તારમાંથી એક વ્યક્તિ ને અલગ-અલગ બ્રાન્ડની ઇલેક્ટ્રોનિક સિગારેટના મોટાં જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલની કિંમત કુલ રૂ. 4,08,500 થતી હોવાનું સામે આવ્યું છે.

SOGના અધિકારીઓને મળેલી માહિતીના આધારે મહિધરપુરા તયાબી મોહલ્લાના ગેટ પાસે જાહેરમાં હાજર આરોપી અલીઅસગર ઉર્ફે અલી ખોજમ દાગીનાવાલને ઝડપી લેવામાં આવ્યો હતો.અલીઅસગરની દુકાનમાંથી એલ્ફબાર કોમ્બો, ક્રાઉન બાર જેવી વિવિધ બ્રાન્ડની કુલ 107 ઇ- સિગારેટ મળી આવી હતી. આ મામલે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી આરોગ્ય ચેતવણી વગરની સિગરેટ અને હુક્કાનું વેચાણ કરતા આરોપીની ધરપકડ કરી છે.

Exit mobile version