Site icon hindtv.in

હોળીને લઈ સુરતથી બિહાર જઈ રહેલ શ્રમિક ટ્રેનમાંથી પડ્યો

હોળીને લઈ સુરતથી બિહાર જઈ રહેલ શ્રમિક ટ્રેનમાંથી પડ્યો
Spread the love

હોળીને લઈ સુરતથી બિહાર જઈ રહેલ શ્રમિક ટ્રેનમાંથી પડ્યો
શ્રમિકને ટ્રેનમાં અજાણ્યાએ ધક્કો મારતા પડયો
અકસ્માતની ઘટનાઓની સંભાવનાઓ વ્યક્ત કરાઈ

હોળીને લઈ સુરતથી બિહાર જઈ રહેલા શ્રમિકને ટ્રેનમાં અજાણ્યાએ ધક્કો મારતા પડી ગયેલા શ્રમિકને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. તો બીજી તરફ ટ્રેનમાં વધતી ભીડને લઈ અકસ્માતની ઘટનાઓની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.

આવનાર હોળી પર્વને લઈ સુરતને કર્મભુમિ બનાવનાર શ્રમિકો વતન જવાની તૈયારીઓ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે સુરતથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં હાલ ભીડ ખુબ જ વધી રહી છે. તો સુરત થી બિહાર જતા યુવકને ટ્રેનમાંથી અજાણ્યાએ ધક્કો મારતા ઇજાગ્રસ્ત થયો હતો. ટ્રેનમાં ખૂબ જ ભીડ હોવાના કારણે પરિવાર સ્ટેશન પર જ રહી ગયું હતુ અને યુવાન ટ્રેનમાં બેસી ગયો હતો જેને અજાણ્યાએ ધક્કો મારતા તે પટકાતા ઈજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક આરપીએફ દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી યુવાનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તો ટ્રેનમાં વધતી જતી ભીડના પગલે અકસ્માતની ભિતી સેવાઈ રહી છે.

Exit mobile version