સુરત સરથાણા પોલીસનું સંયુક્ત ઓપરેશન
1.42 લાખની કિંમતનો અખાદ્ય માવો અને માવાની મીઠાઈ પકડી
ભાવેશ છગન વઘાસીયાની ધરપકડ કરી
સુરત ડીસીપી ઝોન 1ની એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 1.42 લાખની કિંમતનો અખાદ્ય માવો અને માવાની મીઠાઈનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
સુરતમાં અખાદ્ય વસ્તુઓના વેચાણ સામે આરોગ્ય વિભાગ સાથે સુરત પોલીસ પણ મેદાને છે ત્યારે સુરત ડીસીપી ઝોન વનની એલસીબી ની ટીમે મળેલી બાતમીના આધારે સરથાણા પોલીસની સાથે મળી સરથાણા સેલીબ્રેશન કમ્પાઉન્ડ શિક્ષાપત્રી એવન્યુ સામે પતરાના સેડમાં ચાલતા શ્રી મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટમાં દરોડા પાડી ત્યાંથી અખાદ્ય માવાનો જથ્થો તથા માવાની મિઠાઈઓ મળી 1 લાખ 42 હજારથી વધુની કિંમતનો 723 કિલો ગ્રામ મત્તા કબ્જે કરી ભાવેશ છગન વઘાસીયાની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

