Site icon hindtv.in

સુરત રેલવે એસઓજી અને આરપીએફએની સંયુક્ત કાર્યવાહી

સુરત રેલવે એસઓજી અને આરપીએફએની સંયુક્ત કાર્યવાહી
Spread the love

સુરત રેલવે એસઓજી અને આરપીએફએની સંયુક્ત કાર્યવાહી
પુરી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજોનો જથ્થો પકડ્યો
11 લાખ 7 હજારની કિંમતનો 22.140 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો

સુરત રેલવે એસઓજી અને આરપીએફએ સંયુક્ત કાર્યવાહી કરી પુરી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજોનો જથ્થો સહિત લાખોની મત્તા બિનવારસી હાલતમાં ઝડપી પાડી હતી.

સુરત રેલ્વે સ્ટેશન પર મીશન સેફ સ્ટેશન હેઠલ વડોદરા પશ્ચિમ રેલ્વે એસઓજી પીએસઆઈ એચપી રવિયાની ટીમ જેમાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ, રાજેન્દ્રસિંહ, સર્જનસિંહ, લોકરક્ષક દિનેશભાઈ તથા આરપીએફ ક્રાઈમ સુરતના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંગ, કોન્સ્ટેબલ હરીસિંગ સહિતનાઓએ સુરત રેલ્વે સ્ટેશન પર આવેલી પુરી ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરતા રેલ્વેના પાછળના બન્ને જનરલ ડબ્બાના કોરીડોર વચ્ચેથી શંકાસ્પદ હાલતમાં એક કોથળો મળી આવતા તેની ઝડતી લેતા તેમાંથી 11 લાખ 7 હજારની કિંમતનો 22.140 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી રેલ્વે પોલીસે ગાંજાનો જથ્થો કબ્જે કરી અજાણ્યા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Exit mobile version