Site icon hindtv.in

સુરતના રાંદેરમાં પતિએ પત્નીને ચપ્પુ મારી ઘાત્કી હત્યા કરી

સુરતના રાંદેરમાં પતિએ પત્નીને ચપ્પુ મારી ઘાત્કી હત્યા કરી
Spread the love

સુરતના રાંદેરમાં પતિએ પત્નીને ચપ્પુ મારી ઘાત્કી હત્યા કરી
હત્યા કાંડમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિને ઝડપ્યો
સરફરાઝે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈ પૂજાનાછાતીના ભાગે માર્યા

સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં પ્રેમ લગ્ન કરનાર પતિએ પત્નિના અન્ય ઈસમ સાથે સંબંધ હોવાની આશંકાએ ચપ્પુ મારી ઘાત્કી હત્યા કરી નાંખી હોય આ હત્યા કાંડમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિને ઝડપી પાડ્યો છે.

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રામનગર વોકવે પાસે આજે બપોરે લોહિયાળ ખેલ ખેલાયો હતો. મળતી માહિતી મુજબ, બિહારના વતની એવા સરફરાઝ ખાન અને પૂજાકુમારી વચ્ચે 2 વર્ષ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમ્યો હતો અને બંને સુખી જીવન જીવવાની આશા સાથે સુરત રહેવા આવ્યા હતા. જોકે, કોને ખબર હતી કે જે પ્રેમ માટે પૂજાએ સંસાર વસાવ્યો હતો, એ જ પ્રેમ તેના મૃત્યુનું કારણ બનશે. સરફરાઝે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈ પૂજાનાછાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીઈ હત્યા કરી નાંખી હતી. તો બનાવને લઈ પોલીસ સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી ત્વરિત કાર્યવાહી કરતા હત્યારા પતિ સરફરાઝ ખાનને ઝડપી પાડ્યો હતો. તો ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને એફએસએલની મદદથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. જાહેરમાં થયેલી આ હત્યાથી સ્થાનિક રહિશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તો આ અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી અપાઈ હતી.

Exit mobile version