Site icon hindtv.in

અરેઠના ઉશ્કેર તોગાપુર ગામે કદાવર દીપડો પાંજરે પુરાયો.

અરેઠના ઉશ્કેર તોગાપુર ગામે કદાવર દીપડો પાંજરે પુરાયો.
Spread the love

અરેઠના ઉશ્કેર તોગાપુર ગામે કદાવર દીપડો પાંજરે પુરાયો.
તોગપુર કોલોની નજીક કદાવર દીપડો પાંજરે પુરાયો,
દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોમાં રાહત

અરેઠ તાલુકાના ઉશ્કેર તોગપુર કોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કદાવર દીપડાની દેખાવથી ગ્રામજનોમાં ભયનું માહોલ છવાઈ ગયો હતો. જેને કારણે લોકો ખેતરમાં જવા તેમજ દૈનિક કામકાજ કરવા ડરી રહ્યા હતા. આ બાબતની જાણ થતા વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું.

ગત મોડી રાત્રે દીપડો પાંજરે પુરાતા ગામજનોને મોટી રાહત મળી છે. દીપડાને સુરક્ષિત રીતે પાંજરામાં પકડ્યા બાદ વન વિભાગના અધિકારીઓએ તેને પોતાના કબજામાં લઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગની આ સફળ કાર્યવાહીની ગ્રામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં શેરડી અને ડાંગરના ખેતરો ઉપરાંત ચીકુ અને આંબાવાડીઓ, તેમજ નજીક નદી અને કોતરો હોવાના કારણે દીપડાને રહેવા અને શિકાર મેળવવા અનુકૂળ પરિસ્થિતિ મળી રહે છે. આવી પરિસ્થિતિમાં ચાલાક દીપડાઓ ખેતરો અને વાડીઓ તરફ આકર્ષાઈ આવે છે. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે અને હવે નિર્ભય બની ફરીથી ગ્રામજનોખેતી અને અન્ય કામકાજ માટે બહાર નીકળશે એવી આશા વ્યક્ત કરી છે….

Exit mobile version