Site icon hindtv.in

સુરત ભાઠેના ઉમા ઇન્ડસ્ટ્રીની પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ

સુરત ભાઠેના ઉમા ઇન્ડસ્ટ્રીની પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ
Spread the love

સુરત ભાઠેના ઉમા ઇન્ડસ્ટ્રીની પ્રિન્ટિંગ પ્રેસમાં ભીષણ આગ
ભારે ધુમાડા વચ્ચે ફાયર જવાનોને BA સેટ પહેરી રેસ્ક્યૂ કામગીરી કરવી પડી

સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા ઉમા ઇન્ડસ્ટ્રીમાં પ્રિન્ટિંગ પ્રેસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ભારે ધુમાડાના ગોટેગોટા વચ્ચે ફાયર જવાનોને બીએ સેટ પહેરીને અંદર પ્રવેશવાની ફરજ પડી હતી.

સુરતના ભાઠેના ઉમા ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં આવેલી પ્રિન્ટિંગ પ્રેસમાં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બિલ્ડિંગના બીજા માળે આવેલી પ્રિન્ટિંગ પ્રેસમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વેસુ, મજુરા સહિતના ફાયર સ્ટેશનની ટીમો ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શરૂઆતમાં પ્રિન્ટિંગ પ્રેસની અંદર બે વ્યક્તિ ફસાયા હોવાના અહેવાલ મળ્યા હતા, જોકે બંને વ્યક્તિઓ સમયસર સલામત રીતે બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. આગ અને ધુમાડો વધુ હોવાથી ફાયર જવાનોએ બીએ સેટ પહેરીને અંદર પ્રવેશ કર્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સને પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાના પ્રયાસો તેજ કર્યા હતા. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી.

Exit mobile version