સુરત નવી સિવિલમાં એક કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત નવી સિવિલમાં એક કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો
7 વર્ષના પુત્રના મૃતદેહને ખભે ઊંચકી પિતા ફર્યા
માંડ માંડ સમજાવી મામલો થાળે પાડ્યો

સુરત નવી સિવિલમાં એક કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં 7 વર્ષના પુત્રના મૃતદેહને ખભે ઊંચકી પિતા હોસ્પિટલ બહાર જતાં સ્ટાફે રોક્યા હતાં. અને માંડ માંડ સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

સુરતની સિવિલ હોસ્પિટલમાં આજે એક એવી ઘટના સામે આવી, જેને જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી. એક પિતા પોતાના સાત વર્ષના મૃત પુત્રના દેહને ખભે ઊંચકીને અડધો કિલોમીટર સુધી ચાલતા રહ્યા હતા. આ દૃશ્યો જોઈ સિવિલનો સ્ટાફ પણ દોડતો થઈ ગયો હતો. આ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના છે. સુરત સિવિલ હોસ્પિટલના પરિસરમાં બનેલી આ ઘટના માનવીય સંવેદનાઓને હચમચાવી દે એવી છે. તો સિવિલ સ્ટાફે માંડ માંડ પિતાને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *