સુરતના ભેસ્તાનમાં ઘરફોડ ચોરી કરનાર રીઢો ઝડપાયો
ભેસ્તાન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
પોલીસે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત લાખોની મત્તા કબજે કરી
સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢાને ઝડપી પાડી તેની પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના સહિત લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતના ભેસ્તાનના ભગવતીનગર વિસ્તારમાં 13થી 16 સપ્ટેમ્બર દરમિયાન ઘરફોડ ચોરીની ઘટના બની હતી. અજાણ્યા ચોરે મકાનની છતના સિમેન્ટના પતરા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટ તથા લોકર તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 5.19 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની અલગ-અલગ ટીમો ચોરીનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. દરમિયાન બાતમીના આધારે પોલીસે રીઢા ચોર કિષ્ના સંજયસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 89.200 ગ્રામ સોનાના અને 388 ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ 4.99 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યોહતો. પોલીસ તપાસમાં આ ગુનામાં આદિસિંહ અને સુનીલ નામના બે આરોપીઓ પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. જેનેલઈ ભેસ્તાન પોલીસે વોન્ટેડ બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

