Site icon hindtv.in

સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનુ આયોજન કરાયુ

સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનુ આયોજન કરાયુ
Spread the love

સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનુ આયોજન કરાયુ
તિરંગા યાત્રામાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સહિતનાઓ જોડાયા
તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સુરતીઓ પણ જોડાયા હતા
તિરંગા યાત્રા વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ સુધી યોજાઈ

સુરતમાં રવિવારે મોડી સાંજે વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય તિરંગા યાત્રાનુ આયોજન કરાયુ હતું. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સહિતનાઓ જોડાયા હતાં.

સુરતમાં રવિવારે સુરત મહાનગરપાલિકા દ્વારા ઈતિહાસની સૌથી મોટી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયુ હતું. આ તિરંગા યાત્રા વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ સુધી યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સુરત નવસારીના સાંસદ સી.આર. પાટીલ તથઆ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી, તથા અન્ય મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્યો સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ સહિતનાઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતાં. તો તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સુરતીઓ પણ જોડાયા હતા અને સૌથી વધુ સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતાં. જેને લઈ સુરત શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

Exit mobile version