Site icon hindtv.in

સુરતમાં લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ

સુરતમાં લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ
Spread the love

સુરતમાં લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ
સીએમ-ડેપ્યુટી સીએમ સહિત અનેક કેન્દ્રિય મંત્રીઓ હાજર
પાટીદાર સમાજની એકતા, મહેનત અને સેવાભાવનાની ગરિમા બિરદાવી

સુરતમાં લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સીએમ-ડેપ્યુટી સીએમ સહિત અનેક કેન્દ્રિય મંત્રીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજની એકતા, મહેનત અને સેવાભાવનાની ગરિમા બિરદાવી હતી.

સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ સુરત દ્વારા ભવ્ય રાજ્સ્વી અધ્યક્ષ સન્માન સમારોહ નુ આયોજન કરાયુ હતું. વિવિધ સંસ્થા અને સંગઠનો દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક લોકો હાજર રહ્યા હતાં. તો આ કાર્યક્રમમાં લેઉવા પાટીદાર સમાજના મંત્રીઓ અને હોદેદારોનું સન્માન કરાયુ હતું. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના લોક ગાયક કિર્તીદાન ગઢવી સહિત અન્ય કલાકારો હાજર રહ્યા હતાં. રાજકીય રીતે સુરતમાં લેઉવા પાટીદારોનુ વર્ચસ્વ ખુબ વધારે રાજકીય રીતે પણ સમાજનુ નોંધનિય યોગદાન છે. તો આ સન્માન કાર્યક્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ હતુ કે એકતા અને સંગઠન પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ છે. પટેલ સમાજ માત્ર એક સમુદાય નથી, પરંતુ પરિશ્રમ, પ્રમાણિકતા, સંઘર્ષ અને નેતૃત્વનું જીવંત પ્રતીક છે. સરદાર સાહેબના લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિમાંથી પ્રેરણા લઈ પટેલ સમાજે આગવી દેશવિદેશમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ કહ્યુ હતું કે ગુનેગારનો કોઈ સમાજ હોતો નથી, ગુનેગાર સમાજનો દુશ્મન હોય છે. પાટીદાર સમાજ રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ કહ્યુ હતુ કે સરદાર સાહેબના વિચારોમાંથી પ્રેરણા લઈને સમાજસેવા કરવાની જરૂર છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યુ હતુ કે જળસંચયના ગુજરાત મોડલને સમગ્ર દેશે સ્વીકાર્યું છે. તો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યુ હતુ કે પાટીદાર રત્નોએ શહેરોમાં કઠિન પરિશ્રમ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓને આર્થિક રીતે સદ્ધર કર્યા છે. જ્યારે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ કહ્યુ હતુ કે, વ્યસનમુક્તિ અને સામાજિક એકતા દ્વારા જ રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે.

Exit mobile version