સુરતમાં રામનવમીને લઈ ભવ્ય શોભા યાત્રા યોજાઈ
રેલ્વે સ્ટેશનેથી નાનપુરા નાવડી ઓવારા સુધી ભવ્ય શોભા યાત્રા
મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા
સુરતમાં રામનવમીને લઈ રેલ્વે સ્ટેશનેથી નાનપુરા નાવડી ઓવારા સુધી ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતાં.
સુરતમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષધ અને બજરંગ દળ દ્વારા સુરત રેલવે સ્ટેશનથી નાવડી ઓ વાળા સુધી શોભાયાત્રા નું આયોજન કરાયુ હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતાં. રેલવે સ્ટેશનથી શરૂ કરીને ભાગલ ચાર રસ્તા થઈને નાવડી ઓવારા ખાતે મહા આરતી કરીને શોભાયાત્રાનું સમાપન કરાયુ હતું. તો જય જય શ્રી રામના નારા સાથે મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતાં. જ્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

