રાજકોટમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું
નાણાવટી ચોકીએ સાધુ-સંતોએ કરાવ્યો પ્રારંભ
શોભાયાત્રામાં 25 થી વધુ ફ્લોટ્સ જોડાયા
હિન્દુઓ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવ્યો
રાજકોટમાં પણ ભગવાન રામની શોભાયાત્રા નીકળી. આજે રામ નવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. હિન્દુઓ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવ્યો.
સમગ્ર દેશમાં આજે રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારે શ્રધ્ધા અને ઉત્સાહના માહોલમાં રાજકોટમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે, ઠેર ઠેર ભગવાનની શોભાયાત્રા નીકળશે. ત્યારે રાજકોટમાં પણ ભગવાન રામની શોભાયાત્રા નીકળી છે અને આજે રામ નવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે. હિન્દુઓ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. લવ જેહાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એલાન કરવામાં આવ્યું છે. વીએચપીના આગેવાન મંગેશ દેસાઈએ કહ્યું હતું કે, દર મહિને હિન્દુઓની આઠથી 10 દીકરીઓ સાથે લવ જેહાદનો બનાવ સામે આવે છે.
વીએચપીના આગેવાન મંગેશ દેસાઈએ વધુમાં કહ્યું હતું કે, લવ જેહાદ સામે વીએચપી નોંધનીય કામગીરી કરશે. સૌરાષ્ટ્રમાં હિન્દુઓ માટે વીએચપી કામ કરશે. હિન્દુઓ માટે એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. તમામ હિન્દુઓને બજરંગ દળ દ્વારા મદદ કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં લવ જેહાદને રોકવા વીએચપી મક્કમ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

