Site icon hindtv.in

કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગનું ભવ્ય સમાપન

કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગનું ભવ્ય સમાપન
Spread the love

કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગનું ભવ્ય સમાપન
ભીમરાડ ગામમાં ફાઇનલ મેચ તા. 30 માર્ચના રોજ યોજાય

સુરતમાં પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આયોજિત કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગની ફાઇનલ મેચ તા. 30 માર્ચના રોજ ગાંધી મેદાન, ભીમરાડ ગામ ખાતે ઉત્સાહભેર રમાઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્તમ રમતગમત ભાવના અને પ્રતિભાનું પ્રદર્શન કરી દર્શકોનું મન મોહી લીધું હતું.

સુરતમાં કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગનો ફાઇનલ મુકાબલો રોમાંચક અને કાંટાની ટક્કર ભર્યો રહ્યો હતો. અંતે વિજેતા ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. મેચ પૂર્ણ થયા બાદ યોજાયેલા ભવ્ય સમારોહમાં વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ રનર્સ-અપ ટીમ તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ ટ્રોફી અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, સમાજના આગેવાનો અને આયોજક મંડળે ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતગમત દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને યુવા શક્તિના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો અને ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. KSPPL-3 2026 નો આ ભવ્ય સમાપન સમારોહ કોળી સમાજ માટે ગૌરવપૂર્ણ અને યાદગાર ક્ષણ બની રહ્યો હતો.

Exit mobile version