Site icon hindtv.in

સુરત ખાતે ભવ્ય રીતે ઉજવાયો પ્રગટ મહોત્સવ

સુરત ખાતે ભવ્ય રીતે ઉજવાયો પ્રગટ મહોત્સવ
Spread the love

સુરત ખાતે ભવ્ય રીતે ઉજવાયો પ્રગટ મહોત્સવ
સદગુરુ કબીર સાહેબનો ૬૨૮ મો પ્રગટ મહોત્સવ

તા. ૨૯ જૂનના સદગુરુ કબીર સાહેબના ૬૨૮ મા પ્રગટ મહોત્સવ નિમિત્તે સુરત શહેરમાં ભવ્ય ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભક્તિમય વાતાવરણ સર્જ્યું.

આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા, જેમાં કતારગામ અનાથ બાળ આશ્રમ ચાર રસ્તા, વેડ રોડ સિંગણપોર ચાર રસ્તા, આંબા તલાવડી લલિતા ચોકડી, વરાછા સિમાડા નાકા, ઉત્રાણ VIP સર્કલ, મોટા વરાછા અબ્રામા ચોકડી, ડિંડોલી તથા રાંદેર બેજનવાલા કોમ્પ્લેક્સ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. કતારગામ વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ ભાગ લીધો.

SKDV Mission (સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશન) દ્વારા “જીવ દયા અને આતમ પૂજા”ના પવિત્ર સંદેશ સાથે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મિશનનો મુખ્ય હેતુ માનવતા, વિશ્વ શાંતિ, ભાઈચારો અને સર્વજીવ કલ્યાણનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે. આ મહોત્સવ દ્વારા સંત કબીર સાહેબના સમરસતા, માનવતા અને સદાચારના વિચારોને જનજન સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Exit mobile version