Site icon hindtv.in

માંડવીમાં ભવ્ય દહીહાંડી કાર્યક્રમ યોજાયો

માંડવીમાં ભવ્ય દહીહાંડી કાર્યક્રમ યોજાયો
Spread the love

માંડવીમાં ભવ્ય દહીહાંડી કાર્યક્રમ યોજાયો
સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને દહીહાંડીનું આયોજન
બોયઝની 11 અને ગર્લ્સની 3 ટીમોએ દહીહાંડી સ્પર્ધામાં લીધો ભાગ
શ્રીકૃષ્ણની આરતી અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનો પ્રારંભ
દાદા ગ્રુપ માંડવી બોયઝમાં પ્રથમ ક્રમે વિજેતા

માંડવી ખાતે ભવ્ય દહીહાંડી નો કાર્યક્રમ ના અધ્યક્ષ સાંસદ પ્રભુભાઈ વસાવા તથા કાર્યક્રમના સંયોજક મિહિરભાઈ વસાવા ઉપસ્થિતિમાં યોજાયો.

માંડવી ખાતે સનાતન ધર્મ ના અતિ મહત્વના ગણાતા પવિત્ર શ્રાવણ માસમાં જન્માષ્ટીના બીજા દિવસે દહી હાંડી નો ભવ્ય કાર્યક્રમનું આયોજન માંડવી બસ સ્ટેન્ડની સામે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં દહી હાંડી માટે સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં બોઇઝ 11 ટીમો એ ભાગ લીધો હતો જ્યારે ગર્લ્સ માં 3 ટીમોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત શ્રી કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવી હતી. આ પ્રસંગે મિહિરભાઈ વસાવા, સુરત જિલ્લા મહામંત્રી રોહિતભાઈ પટેલ, તેમજ કાર્યક્રમના અધ્યક્ષ પ્રભુભાઈ વસાવા એ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું અને તેમણે આ પ્રસંગે દહીં હાંડી અંતર્ગત ઉદબોધન કર્યું હતું અને માંડવી ઝંખવાવ માર્ગ પર વારંવાર અકસ્માત થાય છે જે અંગે જનજાગૃતિ લાવવા જણાવ્યું હતું તેમજ આ પ્રસંગે વિજેતા ટીમોને હેલ્મેટ પણ વિતરણ આવી હતી આ કાર્યક્રમમાં બોયઝમાં 1. ક્રમે દાદા ગ્રુપ માંડવી 2.ઝેડ ફાયર વરજાખણ 3. મટકી ટ્રેડર્સ સઠવાવ જ્યારે ગર્લ્સમાં1. મટકી બેકર્સ માંડવી 2. ગોપી કી ટોલી માંડવી 3. અક્ષરા ઇલેવન સઠવાવ વિજેતા થઈ હતી જેમને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળી રહે એવા શુભ આશય થી ટ્રોફી તથા પોત્સહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો તથા જેન્જી બોયસ અને ગર્લ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતાપૂર્વક કર્યો હતો વિજેતા થયેલ ટીમો ગરબા ના ચાલે ખૂબ જ આનંદ ભેર જુમી ઉઠ્યા હતાઆ પ્રસંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રોહિતભાઈ પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઇ રાવળ, શાલીનભાઈ શાહ, પાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ, નટુભાઈ રબારી તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version