Site icon hindtv.in

A2 મિલ્ક માટે પ્રખ્યાત નંદ ડેરી દ્વારા ભવ્ય ગૌ પૂજનનું આયોજન અને સાથે જાહેર જનતા માટે લકી ડ્રો

અમદાવાદ, માર્ચ ૨૦૨૩: હિન્દૂ સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને કહેવાયું છે કે ગૌ પૂજનથી 33 કરોડ દેવી-દેવતાઓના પૂજનનું ફળ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ આશીર્વાદ પામવાનું સૌભાગ્ય સૌને મળે એ હેતુથી A2 મિલ્ક માટે પ્રખ્યાત નંદ ડેરીએ રવિવાર, તા. 26 માર્ચ, 2023 ના રોજ સવારે 10 વાગ્યાથી 13-14 પલાશ પર્લ, એમ. જી. રોડ, નિકોલ ખાતે આવેલી પોતાની ડેરી પર ગૌ માતાની સેવા-સત્કારનો મહિમા ઉજાગર કરતા ગૌ પૂજન ઉત્સવનું આયોજન કર્યું છે. આ ગૌ પૂજન ઉત્સવ જાહેર જનતા માટે છે જેમાં કોઈ પણ વ્યક્તિ સામેલ થઇ શકે છે. ગૌ પૂજન ઉત્સવની સાથે જ જાહેર જનતા માટે એક લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જીતનાર 3 લકી વિનરને ચાંદીનો સિક્કો ભેટ સ્વરૂપ આપવામાં આવશે.

આ વિષે વધુ માહિતી આપતા નંદ ડેરીના શ્રી આશિષ કરકરએ જણાવ્યું હતું કે “ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના પૂજન અર્ચનથી સુખ-સમૃદ્ધિ અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગાય પણ આપણી માતા છે અને ગાયમાં તો 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને એટલે જ અમે ચૈત્રી નવરાત્રીના પાવન તહેવાર નિમિતે ગૌ પૂજન ઉત્સવનું આયોજન કર્યું છે. ગૌ માતાના પૂજનની સાથે અમારી નંદ ગૌશાળા દ્વારા ઉત્પાદિત ગીર ગાયના A2 મિલ્ક, A2 ઘી તથા અન્ય ઉત્પાદનો અને તેનાથી થતા હેલ્થ બેનિફિટ્સ વિષે લોકો સુધી સાચી માહિતી પહોંચાડવી એ પણ અમારો ઉદ્દેશ છે.

ગૌ માતાનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. હિંદુ સંસ્કૃતિના દરેક ધાર્મિક કાર્યમાં ગૌ માતાના પંચગવ્યનો અનેરો મહિમા છે. આ પંચગવ્ય એટલે ગાયના દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને છાણ એમ પાંચ દ્રવ્યોનું વિશિષ્ટ સંયોજન. પંચગવ્યને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કારગર ગણવામાં આવ્યું છે. આયુર્વેદમાં પણ પંચગવ્યના ઔષધીય ગુણોનો ઉલ્લેખ છે. ગાયનું દૂધ અને ઘી પૌષ્ટિક, પચવામાં સરળ અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. ખાસ કરીને ગીર ગાયનું દૂધ, જેને A2 મિલ્ક કહેવામાં આવે છે, અને તેમાંથી બનેલ ઘી ઇમ્યુનીટી વધારે છે, હૃદયની બીમારી અટકાવે છે, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરમાં લાભકારી છે, વજન ઘટાડવામાં ઉપયોગી છે, તેમજ આંખ અને ચામડી માટે પણ ઉત્તમ છે. ગાયના દહીંને શ્રેષ્ઠ પ્રોબાયોટિક ગણવામાં આવ્યું છે. ગાયના ઘીથી યજ્ઞ કરવાથી ઓક્સિજન બને છે. ચામડીના રોગોમાં ગૌમૂત્ર લાભકારી છે. કેન્સરના ઈલાજમાં પણ ગૌમૂત્ર ચિકિત્સા સૂચવવામાં આવી છે, જેના પર મેડિકલ રિસર્ચ થઇ રહ્યું છે. ક્ષયરોગના દર્દીઓને ગૌશાળામાં રાખવાથી ગાયના છાણની સુગંધથી ક્ષય રોગ મટે છે. આ ઉપરાંત ગાયના છાણથી મચ્છર અને જીવ-જંતુઓ દૂર થાય છે. રોજ 10-15 મિનિટ ગાયની પીઠ પર હાથ ઘસવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. આ દરેક ફાયદાઓ પણ અમારે લોકો સુધી પહોંચાડવા છે. જેથી દરેક વ્યક્તિમાં ગૌમાતાના માનવજાત માટેના વરદાન સમા આ પંચગવ્ય અને તેનાથી થતા ફાયદાઓ વિષે જાગૃકતા આવે.

ADVERTISEMENT
Exit mobile version