જૂનાગઢ : કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

Featured Video Play Icon
Spread the love

જૂનાગઢ : કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
કૃષ્ણ જન્મોત્સવને લઇ શોભાયાત્રા કાઢવામાં આવી
સમગ્ર કેશોદ કૃષ્ણ મઇ બન્યું હતું

કેશોદ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ,દુર્ગા વાહીની તેમજ તમામ સંગઠનો સાથે મળી આજરોજ કૃષ્ણ જન્મોત્સવ ના વધામણાં કર્યા..

જય રણછોડ, જય રણછોડ ના નાદ સાથે કેશોદ ના રણછોડરાય મંદિર ખાતેથી શોભાયાત્રા કેશોદના ધારાસભ્ય દેવા માલમ, નગર પાલિકા પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટી ના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામ, સાથે મળી દ્વારકાધીશ ની આરતી કરી શોભાયાત્રા નું પ્રસ્થાન કરાવ્યું હતું.. કેશોદ ના મુખ્ય રાજ માર્ગો પર શોભાયાત્રા પ્રથમ હવેલી તરફ થઇ નીલકંઠ મહાદેવ મંદિર, જલારામ મંદિર ખાતે જલારામ મંદિર ના ટ્રસ્ટી રમેશભાઈ દ્વારા મુખ્ય રથ ની આરતી બાદ બગીચા ના મેઈન ગેઇટ તરફ થી પુરોહિત બોર્ડિંગ ચોક, આંબાવાડી મેઈન રોડ, અમૃત નગર, સ્ટેશન રોડ, ચાર ચૉક, માંગરોળ રોડ, થઇ રણછોડ રાય મંદિર ખાતે શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી.. વહેલી સવાર થી જ રણછોડ રાય મંદિર ખાતે આરતી દર્શન માં ભાવિકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર કેશોદ કૃષ્ણ મઇ બન્યું હતું….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *