Site icon hindtv.in

સુરતમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી

સુરતમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી
Spread the love

સુરતમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી
પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે ઉજવણી
જુલૂસમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

સુરતમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં જુલુસ નીકળ્યા અને હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતાં.

સુરતમાં ઈદે મિલાદને લઈ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ વિવિધ મુસ્લિમ વિસ્તારોની મસ્જિદોમાં ન્યાઝ એટલે કે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. બપોરની નમાઝ બાદ શહેરના મોભીઓ દ્વારા ઝાંપા બજારથી મુખ્ય જુલુસની શરૂઆત કરવામાં આવી હતી. ઝાંપા બજારથી નીકળેલું જુલુસ રાજમાર્ગ, ભાગળ, ચૌટાપુલ, ચોક બજાર અને સાગર હોટલ થઈ ખ્વાજાદાના દરગાહ સુધી પહોંચ્યું હતું. સુરતના રાંદેર, અડાજણ, ગોરાટ રોડ, હોડી બંગલા, કોસાડ આવાસ, ઉન, લિંબાયત, ઉધના અને ભેસ્તાન સહિતના વિસ્તારોમાંથી પણ ઈદે મિલાદના જુલુસ નીકળ્યા હતાં. વિવિધ વિસ્તારોના જુલુસ મુખ્ય જુલુસમાં ભળી ગયા હતા અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમાં જોડાયા હતાં. જુલુસ દરમિયાન અનેક સ્થળોએ ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. હજારો લોકોની હાજરી વચ્ચે ઈદે મિલાદનું આ ભવ્ય જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.

Exit mobile version