Site icon hindtv.in

સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી

સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી
Spread the love

સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી
જિલ્લાના પોલીસ વડા ઈશ્વર પરમાર ઉપસ્થિત

સિંઘાનિયા પબ્લિક સ્કૂલ ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે તાપી જિલ્લાના પોલીસ વડા ઈશ્વર પરમાર તથા ઉકાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પૂજા પારેખ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપપ્રજ્વલન અને ખેલાડીઓની પરેડથી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતિયાળ કુશળતા રજૂ કરી હતી. આ સાથે નાના નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરાયેલાં રંગબેરંગી ડાન્સ પરફોર્મન્સે ઉપસ્થિત સૌનું મન મોહિત કરી દીધું હતું. બાળકોની નિર્દોષ અદાઓ અને ઉત્સાહભર્યા પ્રદર્શનને દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું. અંતે મુખ્ય અતિથિએ વિદ્યાર્થીઓને રમતગમતનું જીવનમાં મહત્વ સમજાવી શારીરિક સ્વસ્થતા અને અનુશાસન માટે પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને ઉત્કૃષ્ટ આયોજન સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો….

Exit mobile version