Site icon hindtv.in

ભાઠેનામાં ઈકો કારની અડફેટે બાળકી

ભાઠેનામાં ઈકો કારની અડફેટે બાળકી
Spread the love

ભાઠેનામાં ઈકો કારની અડફેટે બાળકી
સીસીટીવીમાં કેદ ઘટના, સામાન્ય ઈજાઓથી બાળકીનો બચાવ

સુરતના ભાઠેના વિસ્તારમાં બેદરકારીપૂર્વક ઈકો કાર ચલાવી નાની બાળકીને અડફેટે લીધી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જો કે સદનસીબે બાળાને સામાન્ય ઈજાઓ પહોંચતા હાશકારો અનુભવાયો હતો.

સુરતના ભાઠેના વિસ્તારમાં રજાનગરમાં આવેલી હુસેનીયા મસ્જીદ નજીક એક નાની બાળકી રસ્તા પર હતી, ત્યારે બેફામ પસાર થઈ રહેલી ઈકો કારના ચાલકે બાળકીને અડફેટે લીધી હતી. અકસ્મતમાં બાળકી રસ્તા પર પટકાઈ હતી અને ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે સદનસીબે બાળકીને ગંભીર ઈજા થઈ નથી અને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં ઈકો કારની ટક્કર અને ત્યારબાદ બાળકી રસ્તા પર પડતી હોવાની ઘટના સ્પષ્ટ જોવા મળે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ઈકો ચાલક વારંવાર બેદરકારીપૂર્વક અને પૂરઝડપે કાર ચલાવતો હોવાના કારણે અગાઉ પણ અહીં અકસ્માતની સ્થિતિ સર્જાઈ ચૂકી છે.

Exit mobile version