Site icon hindtv.in

બોધાન ગામે વાવ્યા ખાડી પાસે અકસ્માતમાં યુવતીનું મોત

બોધાન ગામે વાવ્યા ખાડી પાસે અકસ્માતમાં યુવતીનું મોત
Spread the love

બોધાન ગામે વાવ્યા ખાડી પાસે અકસ્માતમાં યુવતીનું મોત
બોધાનથી ઘલા માર્ગ પર અકસ્માતમાં બાળક અને પતિનો બચાવ.

બોધાનથી ઘલા જતાં સ્ટેટ હાઈવે પર વાવ્યા ખાડી વિસ્તારમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ખાડી ઉપર નવા બ્રિજનું કામ ચાલુ હોય તે દરમિયાન એક ટ્રક ચાલકે સ્ટેરિંગનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ. આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર અંજલી નામની મહિલાનું ઘટના સ્થળે જ દુઃખદ મોત નિપજ્યું, જ્યારે તેનો પતિ અને પુત્ર ચમત્કારિક રીતે બચી ગયા.

પ્રાપ્ત મળતી માહિતી મુજબ મહિલા તેના પતિ અને પુત્ર સાથે ટ્રકમાં મુસાફરી કરી રહી હતી. સ્ટેટ હાઈવે પર નવા બ્રિજના કામને કારણે રસ્તો જોખમી બન્યો હોવાની ચર્ચા છે. આ દરમિયાન ટ્રક પલટી ખાતાં ભારે અફરાતફરી મચી ગઈ. અકસ્માત થતાં જ નજીકના સ્થાનિકો દોડી આવ્યા અને તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા. સ્થાનિકોએ તરત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જાણ મળતાની સાથે પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. મહિલા ને તપાસ બાદ મૃત જાહેર કરવામાં આવી, જ્યારે તેના પતિ અને પુત્રને પ્રાથમિક સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બંનેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં એક પુત્રએ પોતાની માતાની છત્રછાંયા ગુમાવી હોવાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વાવ્યા ખાડી વિસ્તારમાં બ્રિજનું કામ ચાલુ હોવાથી પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાની સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. પોલીસે અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ કરી છે…

Exit mobile version