Site icon hindtv.in

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા મળી

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા મળી
Spread the love

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા મળી
સામાન્ય સભામાં ટીપી સ્કીમ નં. 3ને મંજૂરી

બારડોલી નગર સેવા સદન ખાતે બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ ધર્મેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સભામાં વિવિધ પાંચ એજન્ડાને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાની કાર્યવાહીનું વાંચન અને ગત ૩ માસના તથા વાર્ષિક હિસાબોને બહાલી અપાઈ હતી. સરકારી પરિપત્રોનું પણ વાંચન કરાયું હતું. સભાનો મુખ્ય મુદ્દો નગર રચના યોજના (ટીપી સ્કીમ) નંબર ૩ ના પડતર ડ્રાફ્ટ પ્લાનને મંજૂરી આપવાનો હતો. આ ડ્રાફ્ટ પ્લાન મંજૂર કરાયો હતો, જેને સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી હતી.આ યોજનાને મંજૂરી મળવાથી આગામી સમયમાં ગામના પડતર પ્રશ્નોનો નિકાલ થશે અને મોટી જગ્યાઓ ઉપલબ્ધ થશે. જેના કારણે નગરમાં સુવિધાઓ વધશે. ટીપી સ્કીમ અંતર્ગત માર્કેટ અને રસ્તાઓ માટે પણ જગ્યાઓ મળવાથી શહેરી સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.

સભામાં સરકારી ગ્રાન્ટમાંથી હાથ ધરાનારી વિવિધ યોજનાઓ અંગે પણ ચર્ચા કરી નિર્ણયો લેવાયા હતા.આ સામાન્ય સભામાં ચીફ ઓફિસર મિલન પલસાણા, ઉપ પ્રમુખ વિજય પટેલ, કારોબારી અધ્યક્ષ જગદીશ પાટિલ, વિવિધ સમિતિઓના ચેરમેનો સહિત મોટી સંખ્યામાં નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version