Site icon hindtv.in

સુરતના સચીન વિસ્તારમાં વીમો પકાવવા માટે મિત્રની હત્યા

સુરતના સચીન વિસ્તારમાં વીમો પકાવવા માટે મિત્રની હત્યા
Spread the love

સુરતના સચીન વિસ્તારમાં વીમો પકાવવા માટે મિત્રની હત્યા
હત્યારા મિત્ર અને તેની પત્નિ સાથે ત્રણની ધરપકડ
આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશન કર્યુ

સુરતના સચીન વિસ્તારમાં વીમો પકાવવા માટે મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્ર અને તેની પત્નિ સાથે ત્રણને પોલીસે ઝડપી પાડ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશન કર્યુ હતું.

સુરતના સચીન વિસ્તારમં એક યુવાનની અકસ્માતમાં મોત નિપજેલી લાશ મળી આવી હતી અને ત્યારબાદ એક મહિલાએ મૃતક પોતાનો પતિ હોવાનુ કહ્યુ હતું ત્યારે આ મામલે પોલીસે તપાસ કરતા એક ષડયંત્ર બહાર આવ્યુ હતુ અને વીમો પકવવા મિત્રને નશો કરાવી ટ્રક નીચે કચડી મારનાર આરોપીના ગુનાનો પર્દાફાશ થયો હતો. જે ગુનામાં હત્યારા મિત્ર અને તેની પત્નિ તથા અન્ય એક મિત્રને પોલીસે ઝડપી પાડ્યા હતા સચીન પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનો રિકન્સ્ટ્રક્શન કર્યો હતો. પોલીસે ક્રાઈમ થ્રીલર મૂવી જેવી હ-ત્યાકાંડનો રિકન્સ્ટ્રક્શન કરાવ્યો હતો.

Exit mobile version