Site icon hindtv.in

સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ચોરી કરી આગ લાગવી

સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ચોરી કરી આગ લાગવી
Spread the love

સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ચોરી કરી આગ લાગવી
મદરેસામાં ચોરી કરી આગ લગાડી ભાગી છુટેલા રીઢાને ઝડપ્યો
80 થી 90 જેટલા સીસીટીવી ફુટેજ ચેક કરી આરોપીને પકડ્યો

સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં મદરેસામાં ચોરી કરી આગ લગાડી ભાગી છુટેલા રીઢાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

સુરતના ભેસ્તાન ખાતે આવેલ મદરેસામાં ગત 24મીએ વહેલી સવારે ચોરી કરવાના ઈરાદે ઘુસી ઓફીસના તાળા તોડી તિજોરીમાંથી રોકડ 7.50 લાખ અને ચાર મોબાઈલ ફોન મળી 8.45 લાખની ચોરીની ઘટના બની હોય જે ઘટના બાદ આરોપીએ ઓફિસમાં આગ લગાડી દીધી હતી. જે ઘટનાને લઈ ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર વાગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એએન ગાબાણીની ટીમ પીએસઆઈ એચબી ચૌધરીના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી ત્યારે 80 થી 90 જેટલા સીસીટીવી ફુટેજ ચેક કરી લાખોની ચોરી કરી ભાગી છુટેલા રીઢા મુળ યુપનો અને હાલ ઉન ખાતે રહેતા સમદ મનીહારને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પોલીસે મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version