Site icon hindtv.in

ભાવનગર કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં લાગી આગ

ભાવનગર કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં લાગી આગ
Spread the love

ભાવનગર કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં લાગી આગ
અલંગના ડેલામાં કોઈ કારણોસર આગ લાગી હતી

ભાવનગર કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં લાગી આગ હતી, બનાવની જાણ જીએબીને તેમજ પોલીસને પણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જાણ કરવામાં આવી હતી

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા મોતીતળાવ મુરઘી વાળા ખાંચામાં આવેલા એક અલંગના ડેલામાં કોઈ કારણોસર આગ લાગી હતી જ્યારે આગે એટલી ભયંકર સ્વરૂપ ધારણ કરી દીધું હતું કે દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા જ્યારે આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે આ બનાવની જાણ જીએબીને તેમજ પોલીસને પણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જાણ કરવામાં આવી હતી જ્યારે થોડો સમય માટે તે વિસ્તારમાં લાઈટ બંધ કરી દેવામાં આવી હતી જેથી કરીને કોઈ પણ પ્રકાર ની જાનહાની ન થાય

Exit mobile version