સુરત અડાજણમાં મધુવન સર્કલ પાસે ગાદલા ગોડાઉનમાં આગ
ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ
આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અડાજણમાં મધુવન સર્કલ પાસે ગાદલા ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં રોજેરોજ આગની ઘટના સામે આવી રહી છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ મધુવન સર્કલ પાસે આગ લાગી હતી. મધુવન સર્કલ પાસે આવેલ ગાદલાના ગોડાઉનમાં લાગેલી આગને લઈ આખા વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. તો લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. બનાવને લઈ ફાયરને જાણ કરાતા ફાયરની ટીમે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો.

