Site icon hindtv.in

ભાવનગર કુંભારવાડામાં બંધ મકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ

ભાવનગર કુંભારવાડામાં બંધ મકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ
Spread the love

ભાવનગર કુંભારવાડામાં બંધ મકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ
વિકરાળ આગમાં ઘરવખરી, રાચરચીલું સળગીને ખાક્

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ઠક્કરબાપા સોસાયટીમાં આવેલ એક બંધ મકાનમાં આગ લાગતા મકાનમાં રહેલ તમામ ચિઝવસ્તુ સળગી જવા પામી હતી ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ભારવાડા ઠક્કરબાપા સોસાયટી, પ્લોટ નંબર-૩ મા રહેતા અનિલભાઈ વિનોદભાઈ ચુડાસમાના ઘર ના સભ્યો મંદિરે ગયા હતા ત્યારે ફોન દ્વારા જાણ થઈ કે તેમના બંધ મકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે.આ દરમ્યાન તેમના પરિવાર ના સભ્યો ઘરે પહોંચતા વિકરાળ આગ લાગી હતી જેની જાણ ભાવનગર ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ,108 અને પોલીસ વિભાગ દ્વારા તત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.ફાયર જવાનો દ્વારા પાણી તેમજ અન્ય જરૂરી સાધનો વડે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.આ આગ મા ઘરમાં રહેલી તમામ ઘરવખરી,7 લાખ કરતા વધુની કિંમત ના સોનાના ઘરેણાં તેમજ આશરે ત્રણ લાખ રૂપિયા રોકડા મળી આશરે 21 લાખ કરતા વધુ રૂપિયાની નુકસાની થઈ હતી

Exit mobile version