માંડવીમાં ફાયર એન્ડ ઇમરજન્સી નો ડેમો કાર્યક્રમ યોજાયો
ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું
માંડવી નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા માંડવી હાઇસ્કુલ ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી નો ડેમો કાર્યક્રમ યોજાયો
માંડવી નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા માંડવી હાઇસ્કુલ ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી અંગે ડેમોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ફાયર વિભાગ દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને આગ, અકસ્માત અંગેનું માર્ગદર્શન ફાયર ઓફિસર રાજેશ જોધપુરી તથા તેમની ટીમ દ્વારા આગ અકસ્માત અંગેની વિવિધ માહિતી પ્રેક્ટીકલ દ્વારા પૂરું પાડવામાં આવેલ હતું જેથી બાળકો આકસ્મિક આગ બાબતે પોતાના તથા પોતાના પરિવારજનોને સુરક્ષિત રાખી અને મોટી હોનારત ટાળી શકે જે અંગે માર્ગદર્શન આપવા મા આવ્યું હતું..

