ભાવનગર તરસમિયામાં ગંદકી કરવા મુદ્દે બે પડોશી વચ્ચે સર્જાયેલ મારામારી
બે પડોશી વચ્ચે મારામારી માં વૃદ્ધનું મોત
ભરતનગર પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો
ભાવનગર શહેરના તરસમિયા વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં ઘર સામે ગંદકી કરવા મુદ્દે બે પડોશી વચ્ચે બાકાઝીંકી બોલતા આ મારામારીમાં દંપતી તથા તેના પૌત્રને બીજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન વૃદ્ધ નું મોત થયું છે. આ બનાવને લઈને ભરતનગર પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
ભાવનગર સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના તરસમિયા વિસ્તારમાં આવેલ મહાદેવ નગર બે પ્લોટ નંબર 21 માં રહેતા અને સેવા નિવૃત્ત જીવન પસાર કરતા અરજણ હરખાભાઈ જાદવ ઉંમર વર્ષ 60 એ તેના પડોશમાં રહેતા મનસુખ ભાકા જાંબુચા, તેની પત્ની પ્રભા, પુત્ર પારસ, અને કાળુ મનસુખ જાંબુચા વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે મનસુખની પત્ની પ્રભા તેના ઘર સામે અઠવાડો અને ગંદકી કરતી હોય હાથી ફરિયાદી અરજણની પત્ની ગવુબેનએ ઘર સામે નીક કરી હતી અને આ નીકમાં અઠવાડો તથા ગટરનું પાણી નાંખવા ગવુબેને પ્રભા ને સમજાવતા ઉશ્કેરાયેલ પ્રભા એ ગવુ બેન સાથે ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન ઝઘડાનો શોરબકોર સાંભળીને ફરિયાદી અરજણ તથા તેનો પૌત્ર રવિ પણ અગાસી માથી નીચે ઉતરીને ગવુબેન પાસે પહોંચ્યા હતા. એ દરમિયાન હુમલાખોર મનસુખ તથા તેના પુત્રો પણ હાથમાં પાઇપ, પાવડો, જેવા હથિયારો ધારણ કરીને આવ્યા હતા અને ઝઘડો કરી ગવુબેન પર હુમલો કરતા ફરિયાદી અરજણભાઈ પત્નીને બચાવવા વચ્ચે પડતા હુમલાખોરે તેને પણ માર્યો હતો. એ દરમિયાન ફરિયાદીનો પૌત્ર રવિ દાદા દાદીને બચાવવા આવતા હુમલાખોરોએ તેને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ઇજાગ્રસ્ત દાદા દાદી તથા પૌત્રને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર જ્યાં 21 દિવસની સારવાર દરમ્યાન વૃદ્ધ અરજણભાઈ નું મોત થતાં ભરતનગર પોલીસે ફરિયાદમાં હુમલાખોરો વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે

