Site icon hindtv.in

ભિલોડાના કિશનગઢ ગામનો ચકચારી ભર્યો બનાવ

ભિલોડાના કિશનગઢ ગામનો ચકચારી ભર્યો બનાવ
Spread the love

ભિલોડાના કિશનગઢ ગામનો ચકચારી ભર્યો બનાવ
બોલચાલી બાદ પુત્રએ પિતાનું ઢીમ ઢાડયું
ભિલોડાના કિશનગઢ ગામ વિસ્તારની ઘટના
પિતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રે હત્યાની ઘટનાને અંજામ આપ્યો

ભિલોડાના કિશનગઢ ગામ વિસ્તારની ચકચારી ઘટના સામે આવ્યા છે. જેમાં દીકરા અને પિતા વચ્ચે રૂપિયાની બાબતે બોલાચાલી થતા દીકરાએ પોતાના પિતાની હત્યા કરી નાખી

ભિલોડાના કિશનગઢમાં પુત્રે પિતા પાસે પૈસા માંગતા ત્યારે પિતાએ પૈસા આપવાની ના પાડતાં પુત્રે બોલચાલી કરી તિક્ષ્ણ હથિયારથી પિતાના માથાના ભાગે માર મારી ગંભીર ઇજાઓ કરી હત્યા કરતાં પુત્રએ પિતાએ પહેરલ કપડાં તથા આજુબાજુ પડેલ લોહી કોઇની નજરમાં આવે નહી તે ઇરાદે સફાઇ કરી પુરાવાનો નાશ કરતાં ફરિયાદ મૃતક પિતાની દીકરીઅે ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. કિશનગઢમાં રહેતા શેખરભાઈ તુલસીભાઈ સડાતે પોતાના પિતા પાસે પૈસા માગ્યા હતા. પરંતુ પિતાએ પૈસા આપવાની ના પાડતાં પુત્ર શેખરે પિતા સાથે બોલાચાલી કરી પુત્ર એ તિક્ષ્ણ હથિયારથી પિતાના માથાના ભાગે ઘા ઝીંકી મોત નિપજાવી હત્યાની ઘટનાને અંજામ આપી પુત્ર ફરાર થઈ ગયો હતો. પિતાના માથાના ભાગે માર મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી પુત્રે પિતાએ પહેરલ કપડા તથા આજુબાજુ પડેલ લોહી કોઇની નજરમાં આવે નહી તે ઇરાદે સફાઇ કરી પુરાવાનો નાશ કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો. મૃતક પિતાની હત્યાની ઘટના સંદર્ભે ગૌતમીબેન નિનામાએ હત્યા કરનાર શેખર વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો

Exit mobile version