Site icon hindtv.in

સુરતના અમરોલીના કોસાડ આવાસમાં મોબાઈલના વિવાદમાં પિતાની હત્યા

સુરતના અમરોલીના કોસાડ આવાસમાં મોબાઈલના વિવાદમાં પિતાની હત્યા
Spread the love

સુરતના અમરોલીના કોસાડ આવાસમાં મોબાઈલના વિવાદમાં પિતાની હત્યા
22 વર્ષીય પુત્રીએ પિતા પર પ્રેશર કુકરના ઢાંકણા અને ચાકુથી કર્યો હુમલો
ગંભીર ઈજાગ્રસ્ત પિતાનું સારવાર દરમિયાન મોત
હત્યાના આરોપમાં પુત્રીની પોલીસે કરી ધરપકડ

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં મોબાઈલ ફોનના સામાન્ય વિવાદમાં ઉશ્કેરાયેલી 22 વર્ષીય પુત્રીએ પોતાના જ પિતા પર પ્રેશર કુકરના ઢાંકણા અને ચાકુ વડે હુમલો કરતા ગંભીર ઈજાગ્રસ્ત પિતાનુ મોત નિપજ્યુ હતું. તો હત્યારી પુત્રીની પોલીસે ધરપકડ કરી હતી.

સુરતમાં મોબાઈલ ફોનના સામાન્ય વિવાદે લીધો પિતાનો જીવ લીધો હોવાની ઘટના બની હતી. સુરતના અમરોલીના કોસાડ આવાસમાં પિતા દ્વારા મોબાઈલ ફોન તોડી નાખવા અથવા ફેંકી દેવાના મુદ્દે પુત્રી સાથે વિવાદ થયો હતો. આ વિવાદમાં 22 વર્ષીય પુત્રી એટલી ઉશ્કેરાઈ ગઈ કે તેણે આવેશમાં આવી પોતાના જ પિતા પર પ્રેશર કુકરના ઢાંકણા અને ચાકુ વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં પિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને અંતે તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી હત્યારી પુત્રી કાજલ ઉર્ફે વિક્રમ રાજપુતની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version