બનાસકાંઠાના દાંતીવાડામાં વાઘરોળ ગામના ખેડૂત સાથે છેતરપિંડી….
જમીન આપવાના બહાને ચાર દલાલોએ કરી છેતરપિંડી….
1.08 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી….
દાંતીવાડા તાલુકાના વાઘરોળ ગામના ખેડૂત સાથે રૂ.1.08 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જમીન આપવાના બહાને ચાર દલાલોએ જમીન માલિકે ખેડૂત પાસેથી કરોડો રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દાંતીવાડા તાલુકાના વાઘરોળ ગામના ખેડૂત સાથે રૂ.1.08 કરોડથી વધુની છેતરપિંડી થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જમીન આપવાના બહાને ચાર દલાલો અને જમીન માલિકે ખેડૂત પાસેથી કરોડો રૂપિયા લીધાનો આરોપ લગાવ્યો છે.બાનાખત તૈયાર કરી જમીન વેચવાનો વિશ્વાસ અપાવી મોટી રકમ પડાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે દાંતાવાડા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પીડિત ખેડૂત સુરેશભાઈ સાંખલાએ દલાલો, જમીન માલિક અને અન્ય સંકળાયેલા લોકો વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે અને તપાસ થાય અને સત્ય સામે આવે તેને લઈ ન્યાયની ગુહાર કરી છે.
જમીનના દસ્તાવેજ કરવાનો સમય આવતાં વેચનાર પક્ષ હાજર ન રહેતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયા ચૂકવ્યા બાદ પણ ખેડૂતને ન તો જમીન આપવામાં આવી, ન તો ચૂકવેલી રકમ પરત કરવામાં આવી જેને લઈ અરજી કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં દાંતીવાડા નાયબ મામલતદારની ભૂમિકા શંકાસ્પદ હોવાનું અને તેમની સંડોવણી હોવાનો પીડિતનો ગંભીર દાવો છે. તો ખેડૂતે જે રીતે આક્ષેપ કર્યો છે કે, 1 કરોડ લીધા છે તેને લઈ રૂપિયા પણ પરત કરવામાં આવ્યા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધે તો કોણે શું છેતરપિંડી કરી છે અને કોણ-કોણ આ કૌંભાડમાં સામેલ છે તે સત્યતા સામે આવશે, ખેડૂતનો આક્ષેપ છે કે, જો પોલીસ ફરિયાદ નહી નોંધે તો કલેકટરને પણ રજૂઆત કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

