Site icon hindtv.in

પાટણમાં નકલી એલસીબીપોલીસ ટોળકી ઝડપાઈ

પાટણમાં નકલી એલસીબીપોલીસ ટોળકી ઝડપાઈ
Spread the love

પાટણમાં નકલી એલસીબીપોલીસ ટોળકી ઝડપાઈ
આરોપીઓ એલસીબી પોલીસની ઓળખ આપીને કરતા હતા તોડબાજી
પોલીસે દરોડો પાડીને ત્યાંથી કુલ 6 લોકોની અટકાયત કરી

રાજ્યમાં એક પછી એક નકલીની ઘટનાઓ સામે આવી રહી છે, નકલી કચેરીથી લઇને નકલી અધિકારીઓ રાજ્યમાંથી પકડાઇ રહ્યાં છે. હવે પાટણમાંથી વધુ એક નકલી પોલીસ ગેન્ગનો પર્દાફાસ થયો છે, અહીં 6 લોકોની ટોળકી નકલી પોલીસ બનીને ફરતી હતી, જેને અસલી એલસીબી પોલીસે દબોચી લીધી હતી. નકલી પોલીસ લોકો પાસેથી તોડબાજી કરીને પૈસાની ઉઘરાણી કરતી હતી

પાટણ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નકલી LCB પોલીસની ઓળખ આપીને લોકોને છેતરતી એક ટોળકી સક્રિય હતી. આ ટોળકી લોકોને ધાકધમકી આપીને અથવા તપાસના બહાને રૂપિયાની માંગણી કરતી હતી. પાટણ LCB પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે છટકું ગોઠવીને આ સમગ્ર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. ઘટનાની વિગતો એવી છે કે, પાટણમાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી પોલીસનો ત્રાસ વધ્યો હતો, અને આ દરમિયાન બાતમી મળી હતી કે, કેટલાક લોકો પાટણ એલ.સી.બી.ના પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માગણી કરે છે. આ લોકો બી.ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા લીલીવાડી ખાતે રોકાયેલા એક વેપારી પાસે તપાસના નામે રૂપિયા લેવા માટે આવવાના છે. આથી પાટણ એલસીબીની ટીમે છટકું ગોઠવી 6 નકલી પોલીસની ટોળકીને હોટલમાંથી ઝડપી પાડ્યા હતા. આ લોકોની તપાસ કરતાં તેમની પાસેથી ગુજરાત પોલીસના નામનું ગુજરાત પોલીસનું ખોટું આઇકાર્ડ તથા પોલીસે પહેરવાના બુટ તથા ખાખી મોજા મળી આવ્યા હતા. આ બાબતે તેને પુછતાં તેઓ પોલીસ વિભાગમાં ફરજ નહી બજાવતા હોવાનું જણાવ્યું હતું, અને તેઓ તમામ એલ.સી.બી. પોલીસનો સ્વાંગ રચી રૂપિયા પડાવવા આવેલા હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલા શખ્સોને રૂ. ૧૮,૧૯,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે નકલી LCB પોલીસની આ ટોળકી પાટણના એક વેપારી પાસેથી તપાસ પેટે રૂપિયા લેવા આવવાની છે. આ બાતમીના આધારે પાટણ LCB પીઆઈ આર.જી. ઉનાગર અને તેમની ટીમે ચાણસ્મા હાઇવે પર આવેલ હોટલ રવેટાના રૂમ નંબર 302 માં છટકું ગોઠવ્યું હતું. પોલીસે દરોડો પાડીને ત્યાંથી કુલ 6 લોકોની અટકાયત કરી હતી. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન, સંજયજી ઠાકોર નામના શખ્સના મોબાઈલમાંથી ખોટું PSI સંજયસિંહ રાજપુત, SOGમાં ફરજ બજાવતો હોવાનું આઈકાર્ડ મળી આવ્યું હતું. આ ઉપરાંત, પોલીસે રૂમમાંથી પોલીસના બુટ, મોજા, પોલીસ ડ્રેસ સહિતનો અન્ય મુદામાલ પણ જપ્ત કર્યો હતો, જે સૂચવે છે કે આ ટોળકી નકલી પોલીસ બનીને લોકોને ડરાવતી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version