Site icon hindtv.in

સુરતમાં દારૂબંધી વચ્ચે નશામાં ટેમ્પો હંકારતો ચાલક ઝડપાયો

સુરતમાં દારૂબંધી વચ્ચે નશામાં ટેમ્પો હંકારતો ચાલક ઝડપાયો
Spread the love

સુરતમાં દારૂબંધી વચ્ચે નશામાં ટેમ્પો હંકારતો ચાલક ઝડપાયો
કતારગામના વેડ રોડ પરથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
દારૂના નશામાં ટેમ્પો ચલાવતા ચાલકને જાગૃત નાગરિકોએ અટકાવ્યો
જાગૃત નાગરિકોએ 112 પોલીસની મદદ લીધી

સુરતમાં દારૂબંધી વચ્ચે કતારગામના વેડ રોડ પરથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં દારૂના નશામાં ટેમ્પો હંકારતા ચાલકને જાગૃત નાગરિકોએ અટકાવી 112 પોલીસની મદદ લીધી હતી.

ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે સુરતમાંથી દારૂબંધીની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કતારગામ વેડ રોડ પર દારૂના નશામાં ટેમ્પો ચાલક બેફામ ટેમ્પો ચલાવતો હોવાનો આક્ષેપ કરાયો હતો. તો ટેમ્પો ચાલકની હરકતોથી ચિંતિત બનેલા જાગૃત નાગરિકોએ તેને અટકાવ્યો હતો. બાદમાં 112 પોલીસની મદદ લેવામાં લઈ નશામાં ધૂત ટેમ્પો ચાલક સહિત અન્ય બે ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જો જાહેર રસ્તા પર દારૂના નશામાં વાહનચાલકો બેફામ ફરતા હોય, તો ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે ખરી?

Exit mobile version