ભાવનગર અશાંત ધારા કાંડમાં મોમીન પઠાણ નામનો ડ્રાઈવર ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

ભાવનગર અશાંત ધારા કાંડમાં મોમીન પઠાણ નામનો ડ્રાઈવર ઝડપાયો
એસડીએમના નામે લાખોની ઉઘરાણી કરનાર મોમીન પઠાણ નામનો ડ્રાઈવર ઝડપાયો
એસડીએમપ્રતિભા દહિયા હાલ રાજસ્થાનમાં ટ્રાન્સફર મેળવી ચૂક્યા છે

ભાવનગર અશાંત ધારા કાંડમાં એસડીએમના નામે લાખોની ઉઘરાણી કરનાર મોમીન પઠાણ નામનો ડ્રાઈવર ઝડપાયો

ભાવનગર અશાંત ધારા કાંડમાં SDM ના નામે લાખોની ઉઘરાણી કરનાર મોમીન પઠાણ નામનો ડ્રાઈવર ઝડપાતા FIR બાદ કલાકોમાં જ પોલીસની તાબડતોબ કાર્યવાહી થઇ, મોમીન પઠાણએ કામ કરી આપીશ કહી SDM પ્રતિભા દહિયાના નામે પૈસા વસૂલ્યા, ત્યારે હવે ખુદ SDM ફરિયાદી બન્યા છે, ઉલ્લેખનીય છે કે SDM પ્રતિભા દહિયા હાલ રાજસ્થાનમાં ટ્રાન્સફર મેળવી ચૂક્યા છે, છતાં તેમના નામે થયેલી આ ગેરકાયદેસર ઉઘરાણીના કેસે પ્રશાસનમાં હલચલ મચાવી છે. ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર મામલે આખરે 15 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ છે. મદદનીશ કલેકટર પ્રતિભા દહિયા દ્વારા પોતાના ડ્રાઈવર મોમીન પઠાણ સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસ કાર્યવાહીમાં મિલકત તકદીલીની મંજૂરી માટે 14 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપ સાથે વીડિયો-ઓડિયો પણ સામે આવ્યા હતા, FIR મુજબ મોમીન પઠાણ નામના ડ્રાઈવરે કચેરીના નામનો ખોટી રીતે દુરુપયોગ કર્યો હતો તેમજ ગેરકાયદેસર લેવડદેવડ અને દસ્તાવેજો અનધિકૃત રીતે લીક કરી હોવાનો FIR માં ઉલ્લેખ કરાયો છે. જોકે આગાઉ હિંદુ સંગઠન દ્વારા SDM પ્રતિભા દહિયા પર પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરાયા હતા. અશાંતધારામાં ભ્રસ્ટાચાર મુદ્દે 15 દિવસ બાદ ફરિયાદ નોંધાતા પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *