Site icon hindtv.in

સુરતના ઝાંપા બજારમાં વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી

સુરતના ઝાંપા બજારમાં વિસ્તારમાં  જર્જરિત મકાન ધરાશાયી
Spread the love

સુરતના ઝાંપા બજારમાં વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી
તૈયબી મોહલ્લામાં બુરહાની હોસ્પિટલ નજીક આવેલું જર્જરિત મકાન
કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો

સુરતના ઝાંપા બજારમાં વિસ્તારમાં આવેલ તૈયબી મોહલ્લામાં બુરહાની હોસ્પિટલ નજીક આવેલું એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

સુરતના ઝાંપા બજાર વિસ્તારમાં આવેલા તૈયબી મોહલ્લામાં બુરહાની હોસ્પિટલ નજીકનું એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતાં જ આસપાસના વિસ્તારમાં ધૂળના ગોટેગોટા ઉડ્યા અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે લોકો દોડી આવ્યા હતાં. સદનસીબે મકાન પડવાની આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Exit mobile version