Site icon hindtv.in

સુરતના અડાજણ પટિયા સ્થિત ભક્તિમય વાતાવરણ

સુરતના અડાજણ પટિયા સ્થિત ભક્તિમય વાતાવરણ
Spread the love

સુરતના અડાજણ પટિયા સ્થિત ભક્તિમય વાતાવરણ
108 થી વધુ હરિભક્તોએ વિશેષ પૂજા, જાપ, તપ અને પ્રદક્ષિણાના અનુષ્ઠાન
દેશના ખેડૂતોને સારો પાક મળે તેવી પ્રાર્થના કરી

સુરતના અડાજણ પટિયા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ચાતુર્માસના પવિત્ર અવસરે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. 108 થી વધુ હરિભક્તોએ વિશેષ પૂજા, જાપ, તપ અને પ્રદક્ષિણાના અનુષ્ઠાન સાથે ભગવાન સમક્ષ અતિવૃષ્ટિ શાંત થાય અને દેશના ખેડૂતોને સારો પાક મળે તેવી પ્રાર્થના કરી હતી.

સુરતના અડાજણ પટિયા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ચાતુર્માસ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાતુર્માસના પવિત્ર અવસરે 108થી વધુ હરિભક્તો ભક્તિભાવ સાથે પૂજામાં જોડાયા હતાં. ભક્તોએ જાપ, તપ, માળા અને પ્રદક્ષિણાના અનુષ્ઠાન કરીને આધ્યાત્મિક સાધનામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કલ્પેશ મહારાજે ચાતુર્માસનું આધ્યાત્મિક મહત્વ સમજાવતાં નિયમ-ધર્મના પાલનનું મહત્વ પણ સમજાવ્યું હતું. મંદિરમાં અતિવૃષ્ટિની સ્થિતિ શાંત થાય તેમજ દેશના ખેડૂતોને સારો પાક મળે તે માટે વરુણ દેવ અને ભગવાન સમક્ષ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. ચાતુર્માસના વ્રતથી આધ્યાત્મિકતા સાથે સ્વાસ્થ્યનો પણ લાભ મળે છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પૂજા-અર્ચનામાં ભાગ લઈ ભક્તિમય માહોલ વચ્ચે ધન્યતા અનુભવી હતી.

Exit mobile version