અમરેલી:બાબરકોટ ગામે ઓપરેશન સિંદૂર મિશનનો ડેમો સેશનનું આયોજન કરાયું
સિંદૂર મિશનનો ડેમો સેશનમાં ફોજીભાઈઓને શ્રધાંજલિ આપવામાં આવ્યું
ડેમો સેશનમાં કોળીસેના ગ્રુપ અને એકદંત ગ્રુપના સભ્યો અને અનેક મહાનુભાવો હાજર રહ્યા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૫ નિમિત્તે ઓપરેશન સિંદૂર મિશનનો ડેમો સેશનનું આયોજન બાબરકોટ ગામે કરવામાં આવ્યું….
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ઓપરેશન સિંદૂર મિશન નું ડેમો સેશન નું આયોજન કોળીસેના ગ્રુપ અને એકદંત ગ્રુપના સહયોગ તેમજ બાબરકોટ ગામ સમસ્ત જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૫ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામે જન્માષ્ટમી નિમિત્તે પહેલગામમાં એટેક, મોદી સાહેબનિ મીટીંગ, એટેક કરવાનો પ્લાન, વાઘા બોર્ડર બંધ, પાકિસ્તાનમાં એટેક, પહેલગામમાં એટેકમાં સહિદ થયેલ ફોજીભાઈ તેમજ ગ્રામજનો, બહારથી આવેલા મહેમાનો શ્રધાંજલિ આપવામાં આવેલ, ઓપરેસન સિંદૂર મિશન ચાલુ થયું અને મિશન પૂરું કરવામાં આવ્યું ત્યારે સુધીના દ્રસયો તેમજ ચિત્ર દ્વારા બાબરકોટ ના લોકો ને સમજાવી અને દેખાડવામાં આવ્યા હતા.. બાબરકોટ ગામે જન્માષ્ટમી નિમિત્તે કોળીસેના ગ્રુપ અને એકદંત ગ્રુપ ના સભ્ય દ્વારા ગામ ના લોકો અને બહારથી આવેલા લોકો ને પહેલગામ માં એટેક થી લયને ઓપરેસન સિંદૂર મિશન ચાલુ થયું અને સિંદૂર મિશન પૂરું થયું અને ફોજીભાઈઓ ને શ્રધાંજલિ આપી ત્યારે સુધીના દ્રસય તેમજ ચિત્ર દ્વારા સમજાવી અને બતાવવામાં આવ્યું હતું હાજરી આપતા કોળીસેના ગ્રુપના તમામ સભ્યો તેમજ એકદંત ગ્રુપના સભ્યો તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જશોદા બહેન કરશનભાઇ પરમાર,પૂર્વ સરપંચ અનકભાઇ સાંખટ,બાલુંભાઇ સાંખટ, સરપંચ,ઉપસરપંચ,ગ્રામ પંચાયતના સભ્ય,ગામ ના આગેવાનો, વડીલો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં….

