Site icon hindtv.in

બાકી વેરો ન ભરતા દુકાન સીલ – કર્મચારી સાથે ઝપાઝપી કરતા સલાબતપુરામાં ગુનો નોંધાયો

Spread the love

સુરત સલાબતપુરામાં રોયલ ટ્રેડીંગ ટાવરની દુકાનમાં પાલિકાના કર્મચારીએ સીલ મારવાની કાર્યવાહી કરતા દુકાનદારે કર્મચારી સાથે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાલિકા કર્મી હીરેન જરીવાલાએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદકરતા પોલીસે દુકાનદાર રાજેશ સીરાવાલા સામે સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે.
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આકારણી અને વેરા વસૂલાતના કર્મચારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે રોયલ ટ્રેડીંગ ટાવરની દુકાન નંબર/617 નું 33 હજારનું વેરા બીલ બાકી હતું. દુકાનદાર વેરો ભરતો ન હતો. આથી પાલિકાના આકારણીના સ્ટાફ 15 મી માર્ચએ સીલ મારવા ગયા હતા. તે વખતે દુકાનદારે 33 હજારનો ચેક આપ્યો હતો. આ ચેક નાખતા રિટર્ન થયો હતો. આથી પાલિકાના સ્ટાફે બીજીવાર 21 મી એપ્રિલે ગયા ત્યારે દુકાનદાર મળી આવ્યો ન હતો. પાલિકાના સ્ટાફે સીલ મારવાનો પ્રયાસ કરતા દુકાનમાં કામ કરતા કર્મચારીએ 100 નંબર ઉપર પોલીસને જાણ કરી હતી. બાદમાં દુકાનદારે 26મી તારીખ સુધીમાં વેરો ભરી જવાની વાત કરી હતી. 26મી સુધી દુકાનદારે વેરો ન ભરતા આખરે 2 7મીએ દુકાનને સીલ મારવા ગયા ત્યારે પણ દુકાનદાર મળ્યો ન હતો. ત્યારબાદ સ્ટાફ સીલની પ્રોસેસ કરતા હતા ત્યારે અચાનક દુકાનદાર ત્યાં આવ્યો અને પાલિકાના સ્ટાફ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જેને લઇ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

Exit mobile version