Site icon hindtv.in

સુરતમાં લાખો રૂપિયા પડાવી ઓફર લેટર બનાવનાર ઠગ દંપતિ

સુરતમાં લાખો રૂપિયા પડાવી ઓફર લેટર બનાવનાર ઠગ દંપતિ
Spread the love

સુરતમાં લાખો રૂપિયા પડાવી ઓફર લેટર બનાવનાર ઠગ દંપતિ
ઠગ દંપતિને કતારગામ પોલીસે ઝડપી પાડ્યા
લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે તે કહેવત સાર્થક થઈ

સુરતમાં લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે તે કહેવત સાર્થક થઈ રહી છે. ત્યારે ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લઈ ખોટો ઓફર લેટર બનાવનાર ઠગ દંપતિને કતારગામ પોલીસે એક મહિના બાદ ઝડપી પાડી છે.

સુરતની કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી ખોટો ઓફર લેટર બનાવી રૂપીયા 17 લાખ 80 હજાર પડાવી લઈ નોકરી ન અપાવી નાણા પરત ન કરી છેતરપીંડી કરનાર આરોપી ઠગ દંપતિ નીર્મળ રધુભાઇ ધાનાણી અને કિંજલબેન ધાનાણી ફરિયાદ નોંધાતા જ ભાગી છુટ્યા હતાં. જેઓને ઝડપી પાડવા એક મહિનાથી કતારગામ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે ઠગ દંપતિ નિર્મળ ધાનાણી અને કિંજલ ધાનાણીને ઝડપી પાડ્યા હતાં. તો આરોપીઓએ ઓએનજીસી કંપનીમાં જૂનીયર ઈલેકટ્રીકલ એન્જિનિયરની પોસ્ટ ખાલી હોવાનું જણાવ્યું હતું અને નોકરી જોઈતી હોય તો પૈસા આપવા પડશે એમ કહી ઠગ દંપતિએ 17 લાખ 80 હજાર રૂપિયા પડાવી લીધા હતાં. હાલ તો કતારગામ પોલીસે ઠગ દંપતિની વધુ પુછપરછ અને તપાસ હાથ ધરી છે.

Exit mobile version