સુરતમાં કલેકટર કચેરીએ સંકલન બેઠક મળી
ધારાસભ્યોએ મતદાર નોંધણી ઝુંબેશની ચર્ચા કરી
જીપીસીબી અને મનપાની કામગીરી અંગે પણ ચર્ચા કરાઈ
સુરતમાં કલેકટર કચેરીએ સંકલન બેઠક મળી હતી જેમાં ધારાસભ્યોએ મતદાર નોંધણી ઝુંબેશ સાથે જીપીસીબી અને મનપાની કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી.
સુરત કલેકટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી. જેમાં કલેકટર, ડીઈઓ અને અધિકારીઓની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને પૂર્વ મંત્રી વચ્ચે સંકલન બેઠક યોજાઈ હતી. સંકલનની બેઠકમાં પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ મતદાર નોંધણી ઝુંબેશમાં પડતી મુશ્કેલી અંગે ચર્ચા રજુઆત કરી હતી. અને નાગરિકોને, કાર્યકર્તાઓ અને બીએલઓને પડતી મુશ્કેલી અંગે ચર્ચા થઈ હતી. તો દિવસો ખૂબ ઓછા છે ખૂબ ઝડપથી બીએલઓ દરેકના ઘરે જાય 2002 નો પુરાવો ઉપલબ્ધ કરાવે તે અંગેની ચર્ચા થઈ હતી. સાથે ફોર્મ ઝડપથી ભરાઈ જાય તે માટેની ચર્ચા કરાઈ હતી. તો સાથે સંકલનની બેઠકમાં બીએલઓને પડતી માનસિક ત્રાસ અંગેની કોઈ જ ચર્ચા કરાઈ ન હતી. કોડીનારમાં બીએલઓએ મતદાર કામગીરીના તણાવથી આપઘાત કર્યો છે.
સુરતમાં પણ અનેક ડી.એલ.ઓના શિક્ષકોની કલેકટરને અને ધારાસભ્યને ફરિયાદ કરી છે. માત્ર કામગીરી ઝડપથી પૂરી કરવા પર જ બીએલઓને દબાણ કરાઈ છે. ફોર્મ ભરવા માટેનો ફાળવેલા 9 થી 1ના સમયમાં વધારો કરવાની પૂર્વ મંત્રીની સંકલન બેઠકમાં રજૂઆત કરી હતી. તો સંકલન બેઠકમાં એક પણ ધારાસભ્ય દ્વારા બીએલઓની માનસિક ત્રાસ પર રજૂઆત કરી ન હતી. સાથે સંકલન બેઠકમાં જીપીસીબી અને મનપાની કામગીરી અંગે પણચર્ચા કરાઈ હતી. કલેકટરાલયે યોજાયેલ સંકલનમાં પૂર્ણેશ મોદી, પૂર્વમંત્રી વીનુ મોરડીયા, ધારાસભ્ય મનુ ફોગવા, સંગીતા પાટીલ, અરવિંદ રાણા, પ્રવીણ ઘોઘારી સહિતનાઓ હાજર રહ્યા હતાં.
