Site icon hindtv.in

ગોંડલમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે થયું સમાધાન

ગોંડલમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે થયું સમાધાન
Spread the love

ગોંડલમાં રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે થયું સમાધાન
ગોંડલમાં ધારાસભ્યના બંગલા પર બંને એક બીજાને ભેટ્યા
રાજુ સોલંકીએ પ્રેસ કૉન્ફરન્સ કરી સમાધાન અંગે ખુલાસો કર્યો

જૂનાગઢમાં વર્ષ 2025ના સૌથી વધુ ચર્ચિત બનેલા એવા ગણેશ જાડેજા અને રાજુ સોલંકી પરિવાર વચ્ચેના વિવાદમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે

સૌરાષ્ટ્રની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢમાં વર્ષ 2025ના સૌથી વધુ ચર્ચિત બનેલા વિવાદમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઇ ગયુ છે. હાલમાં જ રાજુ સોલંકીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને સમાધાન અંગે ખુલાસો કર્યો છે, તેને કહ્યું કે, મને સમાજના બે-ચાર લોકોએ ગેરમાર્ગે દોર્યો, અનિરૂદ્ધસિંહના ઇશારે કામ કરાયુ, જયરાજસિંહ વિરૂદ્ધ કાવતરુ ઘડવામાં આવ્યુ હતુ. જોકે, આ સમગ્ર મામલે હવે સમાધાન થઇ ચૂકયૂ છે. આ વર્ષે જ ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે વિવાદ થયો હતો, અપહરણ અને માર મારવાની ઘટનાને લઇને બન્ને પક્ષો સામસામે કોર્ટમાં ગયા હતા. રાજુ સોલંકી અને ગણેશ જાડેજા વચ્ચેના વિવાદનો અંત આવતા આ સમગ્ર મામલે જયરાજસિંહ જાડેજાએ પણ પોતાનું નિવેદન આપ્યુ હતુ, તેમને કહ્યું કે, આ કેસમાં સમાધાન માટે કોઈએ રૂપિયા નથી માંગ્યા, સમાધાન પેટે કોઈ સોદાની વાત થઇ નથી. રાજુ સોલંકી સાથે કોઈ વહીવટ પણ નથી કર્યો. ગુમરાહ કરવા માટે સમાજને ગેરમાર્ગે દોરાય છે. જયરાજસિંહે કહ્યું કે, દલિત સમાજના સમુહ લગ્નમાં ભોજન સમારોહમાં હું મદદ કરીશ.

જૂનાગઢમાં વર્ષ 2025ના સૌથી વધુ ચર્ચિત બનેલા એવા ગણેશ જાડેજા અને રાજુ સોલંકી પરિવાર વચ્ચેના વિવાદમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. જૂનાગઢમાં વર્ષ 2025ના સૌથી વધુ ચર્ચિત બનેલા એવા ગણેશ જાડેજા અને રાજુ સોલંકી પરિવાર વચ્ચેના વિવાદમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. બન્ને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયુ છે. આજે રાજુ સોલંકીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને મોટો ધડાકો કર્યો, અને જણાવ્યું કે, આ ઘટનામાં અનિરુદ્ધસિંહ જાડેજા અને સમાજના 2-3 આગેવાનોએ મને ગેરમાર્ગે દોર્યો હતો, એટલુ જ નહીં દલિત સમાજના આગેવાનોએ આખા સમાજને ગેરમાર્ગે દોર્યો હતો. જયરાજસિંહને બદનામ કરવા અનિરુદ્ધસિંહે કાવતરું ઘડ્યુ હતુ, અનિરુદ્ધસિંહના ઈશારે અમે કામ કર્યુ હતુ. અમને ગીતાબા જાડેજાનું રાજીનામું માગવાની પણ અમને સૂચના અપાઈ હતી. રાજુ સખિયા અને દિનેશ પાતર પણ આખા ષડયંત્રમાં સામેલ હતા. અનિરુદ્ધસિંહના પુત્રને ચૂંટણી લડાવવા ષડયંત્ર રચાયુ હતુ. આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ 2-4 લોકોનું જ હતુ…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version