Site icon hindtv.in

અમદાવાદમાં રથયાત્રા પહેલા યોજાઈ કોમી એકતા રેલી

અમદાવાદમાં રથયાત્રા પહેલા યોજાઈ કોમી એકતા રેલી
Spread the love

અમદાવાદમાં રથયાત્રા પહેલા યોજાઈ કોમી એકતા રેલી
જમાલપુર દરવાજાથી જગન્નાથ મંદિર સુધી યોજાઈ કોમી એકતા રેલી
સર્વ ધર્મ સમભાવનો મેસેજ આપવા દર વર્ષે યોજાય છે કોમી એકતા રેલી

 

અમદાવાદ શહેરમાં 27 મી જૂને યોજાનારી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથત્રા પહેલા કોમી એકલાસના દર્શન થયા હતા. જમાલપુર દરવાજાથી જગન્નાથ મંદિર સુધી કોમી એકતા રેલી યોજાઈ હતી.

અમદાવાદ શહેરમાં આવેલા જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથ મંદિરે આગામી 27 મી જૂને 148 મી રથયાત્રા પહેલા સર્વધર્મના આગેવાનો મળીને જમાલપુર દરવાજાથી જગન્નાથ મંદિર સુધી કોમી એકતા રેલી યોજી હતી. દર વર્ષની જેમ પરંપરાગત રૂટ પર ભવ્ય અને આગવી રીતે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા કોમી એકલાસના દર્શન થયા હતા. વર્ષ 2000 થી શરૂ કરવામાં આવેલ પરંપરા 26 માં વર્ષે પણ યથાવત્ છે. સર્વધર્મના આગેવાનો મળીને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને રથયાત્રા પૂર્વે ચાંદીનો રથ અર્પણ કરી આર્શીવાદ લીધા હતા. રથયાત્રામાં મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી હોય મુસ્લિમ આગેવાનો દ્વારા કોમી એખલાસ જાળવવા પ્રયાસ કરવામાં આવે છે.

અમદાવાદમાં 27 મી જૂને યોજાનારી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથત્રા પહેલા કોમી એકલાસના દર્શન થયા હતા. જમાલપુર દરવાજાથી જગન્નાથ મંદિર સુધી કોમી એકતા રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સર્વધર્મના આગેવાનો જોડાયા હતા. જે બાદ સર્વધર્મના આગેવાનો મળીને ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને રથયાત્રા પહેલા ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો હતો. ભગવાનની રથયાત્રા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી હોય ત્યારે મુસ્લિમ આગેવાનો દ્વારા કોમી એખલાસ જાળવવા પ્રયાસ કરાય છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version