Site icon hindtv.in

સુરત બારડોલીના ઉવા માણેકપોર ગામ નજીક બે બસ વચ્ચેની ટક્કર

સુરત બારડોલીના ઉવા માણેકપોર ગામ નજીક બે બસ વચ્ચેની ટક્કર
Spread the love

સુરત બારડોલીના ઉવા માણેકપોર ગામ નજીક બે બસ વચ્ચેની ટક્કર
ધુલિયા હાઈવે પર કાળજું કંપાવનારો અકસ્માત થયો
ભીષણ આગ લાગતા 7 મુસાફરોના કરુણ મોત નિપજ્યા

સુરત જિલ્લામાં બારડોલીના ઉવા માણેકપોર ગામ નજીક ધુલિયા હાઈવે પર કાળજું કંપાવનારો અકસ્માત થયો હતો. બે બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ લાગતા 7 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા.

સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા નેશનલ હાઈવે પર આજે એક અત્યંત દર્દનાક અને કાળજું કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. બારડોલી તાલુકાના ઉવા અને માણેકપોર ગામ વચ્ચે મહારાષ્ટ્ર ડેપોની બસે પ્રથમ એક પાણીની ટેન્કરને અથડાવ્યું હતું. બાદમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સામેથી આવતી મહારાષ્ટ્ર ડેપો નિજ બીજી બસ સાથે અકસ્માત સર્જ્યો હતો. બે બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ બસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બાદમાં અન્ય બસ સાથે ભટકાતા બસમાં આગ ભભૂકી ઉઠી હતી.

ભીષણ આગ માં મુસાફરોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો. ચીસાચીસ અને આક્રંદ વચ્ચે સાત મુસાફરો અંદર જ હોમાઈ ગયા હતા. અને તમામ સાત મૃતદેહોને બારડોલી ખાતે પીએમ રૂમ પર લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં હવે ઓળખ કરવા માંટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો શરૂ કરાયાં છે. બંને બસ મહારાષ્ટ્ર ડેપોની હોવાનું સામે આવ્યું છે, ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પોહચી ગયા હતા.

અકસ્માત અને આગની ઘટનામાં બારડોલી, વ્યાસ સહિતની વિવિધ ફાયર ટિમો કામે લાગી હતી. પ્રાથમિક વિગતો મુજબ બસ મા સવાર મુસાફરો પેકી 28 થી વધુ ઇજાગ્રસ્તો હોવાની આશંકા સેવાઇ રહી છે. જેઓને 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનોમાં બારડોલી, સુરત વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 15 મુસાફરો બારડોલી રેફરલ હોસ્પિટલમાં, 8 મુસાફરો સરદાર હોસ્પિટલમાં , જ્યારે 5 મુસાફરોને સુરત ખસેડવામાં આવ્યાં હતાં. હાઈ વે ઉપર અકસ્માતની મોટી ઘટના બનતાં બારડોલી વ્યારા હાઈ વે પણ જામ થઈ ગયો હતો. જેને પણ પોલીસ દ્વારા હળવો કરવા પ્રયાસ હાથ ધરાયા હતા…..

Exit mobile version