Site icon hindtv.in

નવસારીના નેશનલ હાઈવે નં 48 પર બંધ પડેલી રાઈસ મીલ હત્યા

નવસારીના નેશનલ હાઈવે નં 48 પર બંધ પડેલી રાઈસ મીલ હત્યા
Spread the love

નવસારીના નેશનલ હાઈવે નં 48 પર બંધ પડેલી રાઈસ મીલ હત્યા
રાઈસ મીલમાંથી મળેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો
મૃતક મહિલાની તેના પ્રેમી ફૈઝલ પઠાણે જ હત્યા કર્યાનું સામે આવ્યું

નવસારી નજીક હાઈવે પર આવેલી એક વર્ષોથી બંધ પડેલી રાઈસ મિલમાંથી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ દુષ્કર્મ બાદ હત્યાનો મામલો હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી પોલીસે લાશનો કબજો મેળવી એફએસએલ અને ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ હાથ ધરી હતી જેનો ભેદ ઉકેલાયો છે

નવસારીના હાઈવે પાસે આવેલી ‘મહા આશા રાઈસ મિલ’માં બની હતી. લઘુશંકા માટે આવેલા એક સ્થાનિક વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ દેખાતા તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે લાશનો કબજો મેળવી FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ મહિલાનો પતિ ગાયબ છે જેથી પોલીસને મહિલાના પતિ પર હત્યાની શંકા જતા તે દિશામાં પણ તપાસ શરુ કરાઈ હતી. જે બાદ નવસારી પોલીસે નેશનલ હાઈવે નં 48 પર બંધ પડેલી રાઈસ મીલમાંથી મળેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલી કાઢ્યો છે જેમાં મૃતક મહિલાની તેના પ્રેમી ફૈઝલ પઠાણે જ હત્યા કર્યાનું સામે આવ્યું છે

દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ અધિક્ષક રાહુલ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી. પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસના મતે આ બનાવ છેલ્લા 30 કલાકની અંદર બન્યો હોવાની સંભાવના વ્યકત કરાઈ હતી. પોલીસ પ્રાથમિક દ્રષ્ટિએ મૃતક મહિલા સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની ગંભીર સંભાવના પણ વ્યક્ત કરી હતી. મૃતક મહિલા હાઈવે આસપાસ કચરો વીણવાનું કામ કરતી હોવાની પણ આશંકા સાથે પોલીસે મહિલાની ઓળખ કરી અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે હત્યાનો મૃતદેહનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢવામાં સફળતા મળી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version