બુધેલ ગામે સમાધાન માટે એકઠા થયેલા બે જુથો વચ્ચે અથડામણ સર્જાઈ
એક યુવાન પર છ શખ્સોએ તિક્ષણ હથિયારો વડે હુમલો કર્યો
ભાવનગર જિલ્લાના બુધેલ ગામે જુના ઝઘડાના સમાધાન માટે એકઠા થયેલા બે જુથો વચ્ચે સશસ્ત્ર મારામારી સર્જાતા એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના બુધેલ ગામના વતની અને હાલ સુરતમાં રહેતા રમેશ વાલા ચારોલીયા ને અગાઉ કૌટુંબિક માથાકૂટ ચાલતી હોય આ ઝઘડાના સમાધાન માટે રમેશ સુરતથી બુધેલ ગામે આવ્યો હતો અને દેવીપૂજક વાસમાં સમાધાન માટે એકઠા થયા હતા દરમ્યાન સમાધાનની બેઠકમાં બોલાચાલી દરમિયાન મામલો બિચક્તા છ શખ્સોએ ફરિયાદી રમેશ પર હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે ઇજાગ્રસ્ત રમેશ એ હુમલાખોરો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરીછે

